🔥 TRENDING Manipur Protesters Enter Third Day, Pr... Five Civil Society Groups Convene Publ... Man gets 25-year jail term for POCSO v... बिहार के चेतन शुक्ला ने 25 लाख रुपये/म... Meghalaya High Court Upholds POCSO Con... Meghalaya CM Announces Record Educatio...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રાવણ માસના અંતિમ સોમવારે કરનાળી ધામમાં ભક્તોની ભારે ભીડ
Local

શ્રાવણ માસના અંતિમ સોમવારે કરનાળી ધામમાં ભક્તોની ભારે ભીડ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 07 Sep 2026, 09:47 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ માસના અંતિમ સોમવારે, કરનાળી ધામમાં ભક્તોએ કુબેર ભંડારીનું દર્શન કરી ભક્તિ અને આસ્થાનો સંગમ અનુભવ્યો.

શ્રાવણ માસના અંતિમ સોમવારે, કરનાળીના પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો.

વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરીને ભગવાન ભોલેનાથને જળ, દૂધ અને બિલિપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી રહ્યા હતા.

મંદિર પરિસરમાં 'હર હર મહાદેવ' અને 'જય કુબેર ભંડારી'ના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું, અને ભક્તોએ મહાદેવનું દર્શન કરીને ધન્યતા અનુભવી.

આ દિવસ દરમિયાન મંદિર સંપૂર્ણ શિવમય બની ગયું, અને ભક્તોએ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી.
📲Get App