🔥 TRENDING ઉના તાલુકાના વાંસોજ ગામમાં કોળી સમાજ દ... नाचना में चोरों के हौसले बुलंद रात में... Worker Falls into Canal, Dies; Body Re... Tanker Truck Hits Divider on Markapura... कोरबा में हाथियों का आतंक: सेमरहा और म... Punjab Weather Forecast: Today and Tom...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 05 Sep 2026, 12:38 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભરવાડ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો અને હરખોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

બગસરા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભરવાડ સમાજ દ્વારા ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વને લઈને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

જન્માષ્ટમી નિમિત્તે ભરવાડ સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.

ઉજવણી દરમિયાન શ્રીકૃષ્ણના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી"ના ગુંજતા જયઘોષ સાથે ભરવાડ સમાજે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવણી કરી હતી.
📲Get App