शिक्षा
અમરેલી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવી યુવા ટીમની ઉમેદવારી
જિલ્લા BJP દ્વારા મંડેટ મળ્યા બાદ ૧૧ સભ્યોએ પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ઉમેદવારી નોંધાવી, જેમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું.
અમરેલી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની વર્તમાન ટર્મ પૂર્ણ થવાને કારણે નવી ટર્મ માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લા BJP દ્વારા મંડેટ મળ્યા બાદ આજે ૧૧ સભ્યોએ શિક્ષણ સમિતિના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી.
આ પ્રક્રિયામાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા BJP પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી પી. પી. સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન માંગરોળિયા, ચીફ ઓફિસર શ્રી વિનોદભાઈ રાઠોડ અને શહેર BJP પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલીયાની સહિતના આગેવાનોની હાજરી રહી. તમામ ૧૧ ઉમેદવારોને આ આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
ઉમેદવારી નોંધાવનાર ૧૧ સભ્યોમાં શ્રી સોલંકી જયંતિભાઈ નટવરભાઈ (ઉર્ફે વિપુલભાઈ), શ્રી મનીષભાઈ ભૂપતરાય સિધ્ધપુરા, શ્રી ધર્મેશભાઈ વલ્લભભાઈ દેસાઈ, શ્રી કેવલકુમાર પ્રદ્યુમનભાઈ મહેતા, શ્રી હર્ષાબેન દિવ્યકાંતભાઈ પંડ્યા, શ્રી અવી અરૂણભાઈ કોરાટ, શ્રી હિતેશકુમાર સવજીભાઈ ઢોલરીયા, શ્રી કેતનભાઈ બળવંતરાય ધોળકિયા, શ્રી રાકેશ બાબુભાઈ નાકરાણી, શ્રી બ્રિજેશ પ્રવિણચંદ્ર કુરુંદલે અને શ્રી અર્જુન મનીષભાઈ દવે સામેલ છે.
વિરોધ પક્ષ તરફથી કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ ન કરવામાં આવ્યું, તેથી આ ચૂંટણીમાં માત્ર સત્તાધારી પક્ષના ૧૧ સભ્યો જ સ્પર્ધા કરે છે. નવી ટીમને શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉર્જા, નવતર વિચાર અને હકારાત્મક કાર્યો સાથે અમરેલીના પ્રાથમિક શિક્ષણના વિકાસમાં યોગદાન આપવાની શુભકામનાઓ આપવામાં આવી.