Defence
સાંતલપુર તાલુકાના વૌવા ગામે રાત્રી દરમિયાન વન્ય પ્રાણીનો હુમલો, ભયના માહોલ વચ્ચે ગામના આગેવાનો અને યુવાનો દ્વારા રાત્રી દરમિયાન ચોકી મધરાતે અજાણ્યા વન્ય પ્રાણીએ ગામમાં પ્રવેશ કરતા ફફડાટ, વન વિભાગને જાણ કરાઇ
સાંતલપુર તાલુકાના વૌવા ગામે રાત્રી દરમિયાન વન્ય પ્રાણીનો હુમલો, ભયના માહોલ વચ્ચે ગામના આગેવાનો અને યુવાનો દ્વારા રાત્રી દરમિયાન ચોકી
મધરાતે અજાણ્યા વન્ય પ્રાણીએ ગામમાં પ્રવેશ કરતા ફફડાટ, વન વિભાગને જાણ કરાઇ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે છેલ્લા બે દિવસથી વન્ય પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવાર-રવિવારની મધરાત્રિના આશરે 1:30 વાગ્યાના સુમારે અજાણ્યું વન્ય પ્રાણી વૌવા ગામના સીમ વિસ્તારમાંથી ગામમાં પ્રવેશ્યું હતું. પશુઓ પર હુમલો કરવાના પ્રયાસ અને ખેતરોમાં નુકસાનના બનાવો બનતા ગામ લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે.
વન્ય પ્રાણી દેખાયા બાદ ગામના આગેવાનો અને યુવાનોએ તાત્કાલિક એકઠા થઈ પોતાની સુરક્ષા માટે સ્વયં સેવી ટુકડી બનાવી છે. લગભગ 20-25 યુવાનો દ્વારા લાકડી, દાતરડા, ટોર્ચ અને દિવા સાથે આખી રાત ઉજાગરા કરી ગામની સીમ, શેરીઓ અને પાણીના ઠેકાણે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચારે બાજુ નજર રાખવામાં આવી રહી છે.
વહીવટી તંત્રની કાર્યવાહી
આ અંગે ગામના સરપંચ દ્વારા સાંતલપુર વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ આજે સવારથી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વન્ય પ્રાણીને પકડવા માટે ગામના સીમ વિસ્તારમાં પાંજરું મૂકવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ગામ લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
ગામ લોકોને અપીલ
ગામ લોકોને રાત્રી દરમિયાન એકલા બહાર ન નીકળવા, બાળકો અને વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. જો કોઈ શંકાસ્પદ પ્રાણી દેખાય તો તાત્કાલિક 108 અથવા વન વિભાગ હેલ્પલાઈન 1800-233-3553 પર સંપર્ક કરવા જણાવાયું છે. રાત્રે બહાર નીકળો ત્યારે લાઈટ અને ટોર્ચ સાથે જ બહાર નીકળવું.