🔥 TRENDING Mahindra Tractors Launches ‘Dunia Vich... Eight Assam Residents Return After Sur... Truckers' Protest Over Entry Restricti... Morigaon District Accelerates Pulse Cu... Jharkhand CID busts recruitment exam s... Jharkhand HC Rules Fees Paid to Medica...
31 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુનાગઢ ખાતે વિચરતી વિમુક્ત જાતિઓની મુક્તિ દિવશ ની ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 31 Aug 2026, 09:24 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ ખાતે વિચરતી વિમુક્ત જાતિઓની મુક્તિ દિવશ ની ઉજવણી કરવામાં આવી

*જૂનાગઢ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણી સંપન્ન : અધિકાર, સન્માન અને સર્વાંગી વિકાસ માટે એકજૂથ થવા આહ્વાન*

---------
*શિક્ષણ, સશક્તિકરણ અને સરકારી યોજનાઓના લાભથી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવા અનુરોધ*

---------
જૂનાગઢ તા.૩૧

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હેઠળની જિલ્લા નાયબ નિયામક વિચરતી-વિમુક્ત જાતિ કચેરી, જૂનાગઢના ઉપક્રમે “વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજકલ્યાણ અધિકારીશ્રી પંકજ ચાવડા તેમજ પદ્મશ્રી હાજી રમકડુંની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિચરતી-વિમુક્ત સમાજના અધિકારો, સન્માન, શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વિચરતી-વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ વિવિધ સમાજના આગેવાનો, મોભીઓ તથા સમાજના લોકો, ખાસ કરીને મહિલાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિવિધ સમાજના લોકો એક મંચ પર એકત્રિત થઈ સામાજિક એકતા અને સમરસતાને વધુ મજબૂત બનાવવાની સાથે સમાજના વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિચરતી-વિમુક્ત સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો. સમાજના દરેક પરિવાર સુધી શિક્ષણનું મહત્વ પહોંચે તથા યુવા પેઢી શિક્ષણ અને કૌશલ્ય વિકાસના માધ્યમથી આત્મનિર્ભર બને તે દિશામાં સૌએ સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સમાજની દીકરીઓ અને બહેનો શિક્ષણ, રોજગાર, સામાજિક અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તથા પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે તે માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહિલાઓના સશક્તિકરણને સમાજના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ અંગ ગણાવી તેમને ઉપલબ્ધ તકો અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

મુક્તિ દિવસની ઉજવણીનો આ અવસર વિચરતી-વિમુક્ત સમાજના અધિકારો અને વિકાસ અંગે જનજાગૃતિ વધારવાની સાથે સમાજના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવાનો મહત્વપૂર્ણ અવસર બન્યો હતો. કાર્યક્રમના સમાપને સમાજમાં શિક્ષણ, જાગૃતિ, એકતા અને સશક્તિકરણને વધુ વેગ આપી સર્વાંગી વિકાસ તરફ આગળ વધવાનો સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વિચરતી-વિમુક્ત જાતિ સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર શ્રી રમેશભાઈ ચૂડાસમા તેમજ અન્ય વિવિધ સમાજના આગેવાનો શ્રી બટુકભાઈ મકવાણા, શ્રી સમજુભાઈ સોલંકી, શ્રી ધનશ્યામભાઈ પરમાર, શ્રી પરેશભાઈ પરમાર, શ્રી કાળુભાઈ ચાવડા અને શ્રી હુસેનભાઈ દલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App