🔥 TRENDING Assam Police Detain Man Over Alleged T... Assam Aligns 312 Police Station Jurisd... Jharkhand Approves Work‑Release Scheme... Air India Express flight from Saudi Ar... Kerala CM Announces Revised Timings fo... અંબાજીના કૈલાસ ટેકરી પર 2100 રુદ્રાક્ષ...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ*& *નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સાવરકુંડલા માનવમંદિર ખાતે ગુંદી ગાંઠિયા ભોજન સેવા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 30 Aug 2026, 08:56 PM 👁 19
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ*& *નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સાવરકુંડલા માનવમંદિર ખાતે ગુંદી ગાંઠિયા ભોજન સેવા

નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ & નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી હરજીભાઈ બારૈયા ના માર્ગદર્શન હેઠળ સામાજિક સેવાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું

સાવરકુંડલા ખાતે આવેલ સેવાભાવી સંસ્થા માનવમંદિરની નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ & નેશનલ પ્રેસ એસોસિએશનની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

આ પ્રસંગે નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ & નેશનલ પ્રેસ એસોસિએશન ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ સાંખટ, સૌરાષ્ટ્ર આઈ.ટી.સેલ પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ, અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી ભાવેશભાઈ મકવાણા, અમરેલી જિલ્લા મંત્રી શ્રી ખોડુભાઈ બાંભણિયા અને અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ શ્રી રમેશભાઈ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ દ્વારા માનવમંદિરમાં રહેતા પ્રભુજીઓ સાથે આત્મીય વાતચીત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માનવમંદિરના તમામ પ્રભુજીઓને સાવરકુંડલાના પ્રખ્યાત ગુંદી ગાંઠિયાનું પ્રેમભર્યું ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ સેવાકીય કાર્ય બદલ માનવમંદિર સંસ્થાના સંચાલકોએ નેશનલ પ્રેસ એસોસિએશનની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App