🔥 TRENDING Mahindra Tractors Launches ‘Dunia Vich... Eight Assam Residents Return After Sur... Truckers' Protest Over Entry Restricti... Morigaon District Accelerates Pulse Cu... Jharkhand CID busts recruitment exam s... Jharkhand HC Rules Fees Paid to Medica...
31 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના થોરીમુબારક ગામમાં રસ્તાઓ પર ગંદુ પાણી ભરાતા ગ્રામજનો પરેશાન

✍️ Reporter: Gilani Asikali 🗓 30 Aug 2026, 08:12 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના થોરીમુબારક ગામમાં રસ્તાઓ પર ગંદુ તથા દુષિત પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના રહેણાંક વિસ્તારોમાંથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તાઓ પર પાણીના ખાબોચિયા સર્જાયા છે.
રસ્તાઓ પર લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગંદા પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ તેમજ મચ્છરજન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે.
ગ્રામજનોએ ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવા અને રસ્તાઓ પરથી પાણી દૂર કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App