🔥 TRENDING અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાને રૂ.... Taylor Swift Gives $50,000 to Connecti... 40 Injured as HRTC Bus Crashes into Hi... Seven Workers Die in Tunnel Accident i... Fugitive Sukumara Kurup reportedly spo... Arjun Sharma arrested in India in US w...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ડુંગળીના ભાવ વધારા વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં રોષ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 29 Aug 2026, 03:32 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં ગૃહિણીઓ અને સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર ન મળતાં તેઓ નિરાશ છે.

હાલમાં ડુંગળીના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે સામાન્ય લોકો અને ખાસ કરીને ગૃહિણીઓ મોંઘવારી સામે બુમરાણ મચાવી રહી છે. જોકે, આ જ લોકો મોંઘીદાટ રેસ્ટોરન્ટ, બહારની ખાણી-પીણી અને અન્ય મોજશોખ પાછળ થતા મોટા ખર્ચાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા નથી.

બીજી તરફ, જે ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને અનાજ પકવે છે, તેમને તેમની મહેનતનું પોષણક્ષમ વળતર મળતું નથી. આ કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે, જ્યારે વચેટિયાઓ દ્વારા મોટા પાયે નફો કમાઈ લેવાય છે અને ખેડૂતો બિચારા ઠેરના ઠેર રહી જાય છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે તેવી યોજનાઓ બનાવવાની તાતી જરૂર છે. સાથે જ, મોંઘવારીની વાતો કરતા લોકોએ પણ ખેડૂતોની સમસ્યાઓને સમજવી જોઈએ અને તેમના સમર્થનમાં આવવું જોઈએ.
📲Get App