🔥 TRENDING Eight Sikkim Pilgrims Stranded in Tibe... Sikkim CM Tamang contacts eight reside... Sikkim Welcomes Red Panda Cubs Numa an... ZPM and MNF vie for NDA tie‑up in Mizo... ZPM and MNF vie for NDA alliance in Mi... Assam Truckers Warn of Protest Against...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે રક્ષાબંધનની પૂનમ નિમિત્તે થાળ અને મહાઆરતી

✍️ Reporter: Anil Vaghela 🗓 28 Aug 2026, 10:08 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે રક્ષાબંધનની પૂનમ નિમિત્તે થાળ અને મહાઆરતી

રાજુલા તા. 25/08/2026

રાજુલા શહેરના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે દર પૂનમે થાળ ધરાવવાની પરંપરા મુજબ આ રક્ષાબંધનની પૂનમ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પૂનમનો થાળ બાલાભાઈ ભટ્ટ છાપાવાળા તરફથી ધરાવવામાં આવ્યો હતો

આ અવસરે રાજુલાના ત્રણેય મંદિરો રાધે કૃષ્ણ મંદિર. શંકર ભગવાનનું મંદિર અને હનુમાનજી મંદિર ખાતે થાળ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તજનો દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે અનોખી મહા આરતી ના દર્શન થયા હતા. આરતી બાદ ઉપસ્થિત સૌ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, ભાવ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન રહ્યો હતો.

દેવશીભાઈ બાંભણિયા, રાજુલા
📲Get App