🔥 TRENDING નેપાળમાં અચાનક પૂરથી ફસાયેલા ગુજરાતીઓ... સુરેન્દ્રનગરમાં ખાંડની કાળાબજારી રોકવા... સુરેન્દ્રનગરમાં મેળા આયોજકોને પોલીસની... North-East Leaders Urge Unity to Safeg... Nagaland Church Council Launches Fresh... Fresh killings heighten tension in con...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જમીનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો એકઠા થયા

✍️ Reporter: Gilani Asikali 🗓 28 Aug 2026, 09:54 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના જતાપુર, અસલગાંમ શાહપુર, રૂપાવટી સહિતના આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોનું કહેવું છે કે વીજપોલ અને વીજ લાઈન માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમને યોગ્ય વળતર આપવામાં આવે.ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીનના ઉપયોગથી તેમની ખેતી અને જમીનને અસર થતી હોવાથી યોગ્ય વળતર મળવું જરૂરી છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. ખેડૂતોની માંગનો યોગ્ય રીતે નિકાલ આવે તેવી રજૂઆત કરવામાં આવશે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App