धर्म
રક્ષાબંધન: ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું હજારો વર્ષ જૂનું સનાતન પ્રતીક
રક્ષાબંધનનો તહેવાર સનાતન હિન્દૂ સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો એક અનોખો ઉત્સવ છે, જે હજારો વર્ષોથી ઉજવાતો આવ્યો છે.
રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે સનાતન હિન્દૂ સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક છે. આ ઉત્સવ હજારો વર્ષોથી ઉજવાતો આવ્યો છે અને તેના ઐતિહાસિક પુરાવાઓ પણ મળે છે.
મહાભારત કાળમાં રક્ષાબંધનના સૌથી મોટા ઉદાહરણોમાંનું એક જોવા મળે છે. જ્યારે શિશુપાલના વધ સમયે ભગવાન શ્રીકૃષ્ણની આંગળી પર ઈજા થઈ અને રક્ત વહેવા લાગ્યું, ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. આ પવિત્ર ધાગાના બદલામાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આજીવન રક્ષણ આપવાનું વચન આપ્યું હતું, જે 'ચીરહરણ'ના સમયે સાબિત થયું હતું.
મધ્યકાલીન ભારતમાં પણ રાજપૂત રાણીઓ યુદ્ધમાં જતા પોતાના પતિઓ કે વીરોની કાળી પર વિજય અને રક્ષણની કામના સાથે 'રક્ષાસૂત્ર' બાંધતી હતી, જેના પ્રમાણો રાજસ્થાનના ઇતિહાસમાં જોવા મળે છે. આ પરંપરા વીરતા અને રક્ષણના વચનનું પ્રતિક હતી.
સનાતન સંસ્કૃતિમાં રક્ષાબંધનનો અર્થ માત્ર એક દોરો બાંધવાનો નથી, પરંતુ તે 'રક્ષણ, વિશ્વાસ, વચન અને પવિત્ર સ્નેહ'નું પ્રાચીન પ્રતીક છે. સમય અને પરિસ્થિતિઓ બદલાતા આ ઉત્સવનું મહત્વ અને વ્યાપ વધુ વિસ્તૃત બનતું ગયું છે.