Local
ભાવનગર લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક વધીને ૧૩ પર પહોંચ્યો, સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત
ભાવનગરના ઘોઘા તાલુકાના ખરાડી ગામમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે, જેમાં વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભાવનગરના ઘોઘા તાલુકાના ખરાડી ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સારવાર દરમિયાન વધુ બે દર્દીઓના મોત થતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા ૧૩ પર પહોંચી ગઈ છે.મૃતકોમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના ૩૫ વર્ષીય મુકેશ ડામોરનો સમાવેશ થાય છે. મુકેશ ડામોર ભાવનગરની એક કંપનીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મુકેશ ડામોરના અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પાછળ ૬ મહિનાનો પુત્ર અને ૨ વર્ષની પુત્રી પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. આ લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.