🔥 TRENDING उरई में जिलाधिकारी व एसपी ने किया पैदल... Sri Lanka to Tour India for T20 Intern... Shekhar Kapur’s ‘Masoom’ Debuts to Emp... Gautam Gambhir says rankings irrelevan... Telugu360 Reports Massive Surge in Tox... R Madhavan says his net worth would be...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

અમરેલીમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬નું આયોજન

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Aug 2026, 06:56 AM 👁 19
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંગઠન અને રાષ્ટ્રસેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬' અંતર્ગત જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન સંગઠન, પક્ષની વિચારધારા અને રાષ્ટ્રસેવાના વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને સંગઠનાત્મક મજબૂતી અને સેવાના કાર્યોને વધુ વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

'વિચારથી વિકાસ તરફ' અને 'સંગઠનથી સેવા તરફ'ના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ દ્રઢ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ રાષ્ટ્રસેવા માટે સતત સંકલ્પબદ્ધ રહીને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થયા હતા.
📲Get App