🔥 TRENDING Maharashtra Court Discharges Former Mi... Nine Dead as Sleeper Bus Catches Fire... ‘Bharat Taxi’ service launched in Luck... Uttar Pradesh transfers 34 IAS officer... Bihar Outrage After Video Shows Teen S... Nine dead as fire engulfs building in...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉપરવાસમાં ઓછો વરસાદ રહેતા ડેમ હજુ ૧૭ ફૂટ ખાલી
Weather

ઉપરવાસમાં ઓછો વરસાદ રહેતા ડેમ હજુ ૧૭ ફૂટ ખાલી

✍️ Reporter: SAGAR PATEL 🗓 23 Aug 2026, 04:46 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિસાગર નદી પરનો કડાણા ડેમ ચોમાસું અડધું વીતી જવા છતાં હજુ પણ ખાલી નજરે પડે છે મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં હાલ પાણી ની આવક અને

ઉપરવાસમાં ઓછો વરસાદ રહેતા ડેમ હજુ ૧૭ ફૂટ ખાલી
મહિસાગર નદી પરનો કડાણા ડેમ ચોમાસું અડધું વીતી જવા છતાં હજુ પણ ખાલી નજરે પડે છે મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં હાલ પાણી ની આવક અને જાવક નોધાઈ રહી છે હાલના તબક્કે કડાણા ડેમની જળસપાટી ૪૦૨.૮ ફૂટે પહોચી છે,જ્યારે તેની મહત્તમ સપાટી ૪૧૯ ફૂટ છે અડધું ચોમાસું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં ડેમ તેની મહત્તમ સપાટીથી હજુ ૧૭ ફૂટ ખાલી રહેતા ચિતાના વાદળો ઘેરાયા છે ઉપરવાસ માં આવેલ રાજેસ્થાનના બજાજ સાગર ડેમ વિસ્તારમાં ઓછો વરસાદ થવાના કારણે કડાણા ડેમમાં પાણીની આવક પર અસર પડી છે કડાણા ડેમ ગુજરાત ના ૯ જિલ્લાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાત મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લાના ૧૫૬ જેટલા ગામોને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવામાં આ ડેમ અગત્યનો ભાગ ભજવે છે ચોમાસાની બાકીની સીઝનમાં ઉપરવાસમાં સારો વરસાદ થાય અને ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાય તેવી ખેડૂતો અને સ્થાનિક નાગરિક આશા રાખી રહ્યા છે.
📲Get App