🔥 TRENDING NSA Ajit Doval to meet Chinese FM Wang... PM Modi wishes Arunachal CM Pema Khand... 29-year-old swept away in Nyamjangchu... Digital Libraries Boost Knowledge Acce... Lieutenant Governor briefs PM Modi on... Shriya Gupta, Vishal Thappar Become Fi...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લાડોલ દૂધ સહકારી મંડળી માં નાણાં ની ઉચાપત

✍️ Reporter: Palakbhai Patel 🗓 23 Aug 2026, 01:02 PM 👁 10
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાડોલ દૂધ સહકારી મંડળી માં નાણાં ની ઉચાપત

લાડોલ દૂધ મંડળીમાં ₹25.45 લાખની ઉચાપતનો આરોપ!
પ્રમુખ-મંત્રી સહિત 17 સામે ગુનો નોંધાયો, બેન્કમાંથી નાણાંની લેવડદેવડ મામલે તપાસ તેજ
લાડોલ: લાડોલની શ્રી આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તા. 01/04/2023થી તા. 19/11/2024 દરમિયાન ₹25,45,000ની નાણાકીય ઉચાપત/ગેરરીતિ થયાના આક્ષેપ સાથે લાડોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, મંડળીના પ્રમુખ કનુજી ભારથીજી રાઠોડ દ્વારા બેન્કના વહીવટ માટે કરવામાં આવેલા ઠરાવના આધારે અલગ-અલગ સમયે બેન્કમાંથી નાણાકીય લેવડદેવડ કરવામાં આવી હતી. આ રકમનો અંગત ઉપયોગ કરી નાણાં પ્રમુખના નામે રાજમેળે ઉધારી તરીકે દર્શાવ્યાનો આક્ષેપ છે.
આ સમગ્ર મામલે મંત્રી અજીતસિંહ પોપટજી સોલંકી સહિત વ્યવસ્થાપક કમિટીના સભ્યો સામે પણ પોતાની ફરજો બજાવવામાં બેદરકારી અને એકબીજાને મદદગારી કર્યાના આક્ષેપો થયા છે.
ફરિયાદમાં નામ સામે આવેલા 17 વ્યક્તિઓ
કનુજી ભારથીજી રાઠોડ – પ્રમુખ
અજીતસિંહ પોપટજી સોલંકી – મંત્રી
રબારી અંબાબેન કરશનભાઇ
સોલંકી જયેશજી દલપુજી
સોલંકી જયદીપજી ગાંડાજી
સોલંકી મહેન્દ્રસિંહ લક્ષ્મણજી
રબારી અમ્રુતભાઇ માંણકાભાઇ
રબારી વાલજીભાઇ સરતાનભાઇ
રબારી બળદેવભાઇ ગોવાભાઇ
ઠાકોર તારાબેન જયંતિજી
પટેલ નીતાબેન કનુભાઇ
દેવડા કૈલાશબા રણજીતજી
સોલંકી ખોડાજી કાંનાજી
સોલંકી હેતલબેન અનિલસિંહ
સોલંકી રમણજી છગનજી
સોલંકી હંસાબા પરથીજી
દેવડા સુર્યાબા રાહુલસિંહ
લાડોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11206079260175/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 54 મુજબ ગુનો નોંધાયો છે. સમગ્ર નાણાકીય વ્યવહાર અને જવાબદારી અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ: ઉપરોક્ત વિગતો પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો આધારિત છે. આરોપોની અંતિમ સત્યતા તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.
📲Get App