🔥 TRENDING ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ વિરોધમાં કોંગ... सीएचसी सांडा में अव्यवस्थाओं के आरोप,... વન મહોત્સવમાં 200 મીટર રેસમાં પ્રથમ સ્... NDTV Opinion Urges Bangladesh to Adopt... Suriya’s ‘Vishwanath & Sons’ Ranks as... Hollywood Horror Film 'Insidious: Out...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી ૧૦ બાંકડા અર્પણ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 23 Aug 2026, 11:30 AM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રવાસી જનતાને મળશે સુવિધા

રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી ૧૦ બાંકડા અર્પણ

મુસાફરોની સુવિધામાં વધારો થતાં મુસાફરોમાં આનંદની લાગણી
રાજુલા શહેરના એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને બેસવા માટેની સુવિધામાં વધારો થાય અને મુસાફરોને બસની રાહ જોતી વખતે કોઈ અગવડતા ન પડે તે હેતુથી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી ૧૦ બેસવાના બાંકડાઓ ફાળવવામાં આવ્યા છે.

આ બાંકડાઓ આજે રાજુલા એસટી બસ સ્ટેન્ડ ખાતે પ્રજાહિતમાં અર્પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકો સહિતના મુસાફરોને બસની રાહ જોતી વખતે બેસવાની સુવિધા મળવાથી મોટી રાહત થશે.

રાજુલા એસટી બસ સ્ટેન્ડ ખાતે લાંબા સમયથી મુસાફરો માટે બેસવાની પૂરતી વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાતી હતી.

જેને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બાંકડાઓ ફાળવી મુસાફરોની સુવિધામાં મહત્વનો વધારો કરવામાં આવ્યો છે.
મુસાફરોના હિતમાં કરાયેલા આ લોકઉપયોગી કાર્ય બદલ રાજુલા વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને લાખો અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App