🔥 TRENDING અમરેલી શહેરમાં વિવિધ સ્થળોએ ફૂડ એન્ડ ડ... ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં અમરેલીના સાવરકુંડલા પંથકમાં મિલીપેડ ઇય... ટ્રાફિક સમસ્યા North East Restaurant Known for Best C... Gayatri Gopichand, Treesa Jolly Upset...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીના સાવરકુંડલા પંથકમાં મિલીપેડ ઇયળોનો આતંક, ઘરોમાં કરોડોની સંખ્યામાં ઘૂસી ઇયળો

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 21 Aug 2026, 08:56 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના ખંભા સાવરકુંડલા વિસ્તારમાં મિલીપેડ ઇયળોનો ઉપદ્રવ વધતા સ્થાનિકો પરેશાન થયા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખંભા પંથકમાં હાલમાં મિલીપેડ ઇયળોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં કરોડોની સંખ્યામાં ઇયળો જોવા મળતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ ઇયળો માત્ર ખેતરોમાં જ નહીં, પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી રહી છે. ઘરોની અંદર મોટી સંખ્યામાં ઇયળો જોવા મળતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘરના આંગણા અને દીવાલો પર ઇયળોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જોવા મળતી આ ઇયળોને કારણે લોકોના દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે.
📲Get App