🔥 TRENDING Andhra Student Dies After Falling at R... Police Detain Five Students Over Alleg... Former Punjab Cop Raj Jit Singh Arrest... Families Grieve After Deadly Bus Fire... Bus Catches Fire on Yamuna Expressway,... Delhi's private bus terminals stand em...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના કરમદ રોડ પર હાઈ ટેન્શન વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા
Local

ભરૂચના કરમદ રોડ પર હાઈ ટેન્શન વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 21 Aug 2026, 03:04 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના કરમદ રોડ પર હાઈ ટેન્શન વાયર નીચે નમી આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ભરૂચના કરમદ રોડ પરથી પસાર થતા હાઈ ટેન્શન વાયર અત્યંત નીચે નમી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ વાયર જમીનની નજીક આવી ગયા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.

સ્થાનિક લોકો દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાઈ ટેન્શન લાઈન હોવાને કારણે અહીંથી પસાર થતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે, જેથી મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી વાયરને સુરક્ષિત ઊંચાઈ પર ગોઠવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય.
📲Get App