🔥 ट्रेंडिंग નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સિંહની અચા... Aag વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસે ભારતને... शाहजहांपुर: डॉक्टर पवन के यहाँ इलाज के... बंगाल और ब्रिटेन उच्च शिक्षा व शोध में... ईसीआई आज तय करेगा तृणमूल कांग्रेस का प...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં શીતળા સાતમની પરંપરાગત ઉજવણી
स्थानीय

તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં શીતળા સાતમની પરંપરાગત ઉજવણી

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 19 अग. 2026, 02:47 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કંથરપુરા ગામમાં શીતળા સાતમની ઉજવણીમાં બ્રાહ્મણ દ્વારા માટીની મૂર્તિ બનાવવામાં આવે છે, ગામવાસીઓ ગલોડીના વેલા ચઢાવી શ્રીફળ વધેરવામાં આવે છે અને બાધાની પરંપરા સાથે આરોગ્ય અને માતાજીની કૃપા માટે પ્રાર્થના કરવામાં આવે છે.

તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં શીતળા સાતમની વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી. ગામમાં બ્રાહ્મણ પોતાના ઘરે માટીમાંથી શીતળા માતાજીની મૂર્તિ બનાવી પૂજા-અર્ચના કરે છે, ત્યારબાદ ગામના લોકો માતાજીના દર્શન માટે પહોંચે છે. શીતળા માતાજીને ગલોડીના વેલા ચઢાવી શ્રીફળ વધેરવામાં આવે છે અને "શીતળા માતાજીની જય"ના જયઘોષ સાથે પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ગામના લોકો દ્વારા બ્રાહ્મણને દાળ, ચોખા સહિતની સામગ્રી પણ આપવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી વિવિધ વાનગીઓ બીજા દિવસે ઠંડી આરોગવાની પરંપરા છે.

કંથરપુરા ગામમાં શીતળા સાતમની સાથે બાધાની પણ આગવી પરંપરા જોવા મળે છે. જે વ્યક્તિ બાધા રાખે છે, તે શીતળા સાતમના દિવસે પાંચ ઘરેથી વિવિધ વાનગીઓ માંગે છે અને જે મળે તેને પ્રસાદરૂપે આરોગે છે. આ પરંપરાને આરોગ્ય અને માતાજીની કૃપા સાથે જોડાયેલી માન્યતા માનવામાં આવે છે.

આ ઉપરાંત, જે પરિવારમાં સ્વજનનું અવસાન થયું હોય ત્યાં તળેલી વાનગીઓ બનાવવામાં આવતી નથી. સગા-સંબંધીઓ પોતાના ઘરે વિવિધ વાનગીઓ બનાવી આવા પરિવારના ઘરે પહોંચાડે છે.

આમ, કંથરપુરા ગામની શીતળા સાતમની ઉજવણી ધાર્મિક આસ્થા સાથે વર્ષો જૂની પરંપરા, સામાજિક લાગણી અને લોકસંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવે છે.
📲Get App