🔥 ट्रेंडिंग ગોપાલગ્રામ ખાતે CC રોડનું ખાતમુહૂર્ત उत्तर प्रदेश में औद्योगिक विकास को नई... उत्तरी प्रदेश के मुख्यमंत्री योगी ने ज... सिक्किम पर्यटन परमिट पर सीएपी ने 27 कर... गुजरात और सिक्किम को पीएम‑आरकेवीवाई कृ... मिज़ोरम के एकमात्र मेडिकल कॉलेज ने किय...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર પર નજર રખાશે

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 19 अग. 2026, 02:25 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર એશિયાઈ સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ.

ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં જૈન આગેવાનો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી એશિયાઈ સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સાથે સાથે સિંહોના સંરક્ષણને પણ ધ્યાનમાં રાખવાનો હતો.

યાત્રાળુઓની સુરક્ષા માટે અનેક પગલાં લેવાની વિચારણા કરવામાં આવી છે. જેમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત-દિવસ સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, 4 પ્રિ-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને સેન્ટર કમ કેબિન દ્વારા સિંહોની અવર-જવરનું સતત ટ્રેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવશે.

આ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, જેથી સિંહોની શાંતિ જળવાઈ રહે અને યાત્રાળુઓને પણ કોઈ અસુવિધા ન થાય. સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની શકે.
📲Get App