🔥 TRENDING ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ... हजारीबाग: फ्लाईओवर निर्माण के विरोध मे... Cm Omar Abdullah-led attended s 57th G... કાંકરેજ અને ઓગડ તાલુકાનો બાળ વૈજ્ઞાનિક... तीन लड़कियाँ सड़कों पर भीख माँगने को म... News
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છ મહિનાથી ફરાર પ્રોહિબિશન આરોપી ઝડપાયો

છ મહિનાથી ફરાર પ્રોહિબિશન આરોપી ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 03:50 PM 👁 91
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છ મહિનાથી ફરાર પ્રોહિબિશન આરોપી ઝડપાયો: શામળાજી આશ્રમ નજીકથી LCB ટીમે ઝડપી પાડ્યો
અરવલ્લી LCB ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસના છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને શામળાજી બસ સ્ટેશન નજીક આવેલા એક આશ્રમ પાસેથી ઝડપાયો.

જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સફળતા મળી છે.બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી હતી અને આરોપી હડમાંનારામ ગિલારામ મેઘવાલ (રહે. હેમાવાસ, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર હતો. તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.

પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભિલોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
📲Get App