🔥 TRENDING કરજણ હાઈવે પર વલસાડ ગામની નજીક કાર દ્વ... Social Media Crime Posts Endanger Indi... S&P Reaffirms India’s BBB Sovereign Ra... S&P Global Confirms India’s BBB Sovere... FM Sitharaman says India‑Canada partne... Neha Dhupia’s Birthday Special Reveals...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Jul 2026, 06:11 PM 👁 95
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા મોતીપુરા વિસ્તારમાં આધુનિક અને સુવિધાસભર સર્કલ ડેવલપ કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં આ વિકાસકાર્યના ખાતમુહૂર્તનો શુભ પ્રસંગ માનનીય ધારાસભ્યશ્રી શ્રી વિનેન્દ્રસિંહ (વી.ડી.) ઝાલા સાહેબશ્રીના વરદ હસ્તે યોજાઈ . આ પ્રસંગે હિંમતનગર શહેરની ગૌરવપૂર્ણ કાર્યક્રમ માં શહેર નાં વિવિધ સંસ્થા નાં હોદ્દેદારશ્રીઓ, હિંમતનગર નગરપાલિકા નાં પૂર્વ પદાધિકારીશ્રીઓ, શહેર નાં શ્રેષ્ઠીયો, વડીલો, આગેવાનશ્રીઓ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધી કરી.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમ વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ વદ- ૯, ગુરુવાર તા. ૦૯/૦૭/૨૦૨૬ના રોજ કાર્યક્રમના આયોજનમાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્ર ગઢવી, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી રાહુલભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી અમૃતભાઈ પુરોહિત, તેમજ હિંમતનગર નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ અને કર્મચારીગણ દ્વારા કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ.
📲Get App