🔥 ट्रेंडिंग यूएई ने भारत में 25 अरब डॉलर का निवेश... लोधेश्वर धाम महादेव दंडवत परिक्रमा यात... मलयालम फिल्म बेथलेहम कुदुम्बा यूनिट मे... M9.news ने हुनkaar: द रोर की समीक्षा म... ठाणे पुलिस ने वेब सीरीज अभिनेत्री को क... मेडिकल डायलॉग्स ने 28 सितंबर 2026 को ह...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડામાં તિરંગા યાત્રા દરમિયાન બિસ્માર રસ્તાનો સામનો
स्थानीय

લુણાવાડામાં તિરંગા યાત્રા દરમિયાન બિસ્માર રસ્તાનો સામનો

✍️ रिपोर्टर: AKASH JOSHI 🗓 17 अग. 2026, 04:57 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરોલી તળાવ ફળિયામાં પ્રાથમિક શાળાને જોડતો રસ્તો કાદવ અને ખાડાઓથી ભરાયેલ છે, જે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરે છે.

લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત વિસ્તારના સરોલી તળાવ ફળિયા-૨માં પ્રાથમિક શાળાને જોડતો રસ્તો કાદવ-કીચડ અને ખાડાઓથી બિસ્માર બન્યો છે. ૧૫ ઓગસ્ટ નિમિતે યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકોને આ જ કાદવભર્યા રસ્તા પરથી પસાર થવાની નોબત આવી હતી.

એક તરફ બાળકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિનો સંદેશ આપી રહ્યા હતા, તો બીજી તરફ તેમના પગ નીચે કાદવ અને રસ્તા પર પાણી ભરાયેલા ખાડાઓ જોવા મળ્યા હતા. રસ્તાની આસપાસ ગંદકી અને ઝાડી-ઝાંખરાના કારણે સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળાની પણ ચિંતા જોવા મળી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાની સમસ્યા અંગે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. વિકાસના દાવાઓ વચ્ચે સરોલી તળાવ ફળિયાનો આ રસ્તો તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યો છે.

સ્થાનિકો દ્વારા રસ્તાનું કાયમી નિરાકરણ લાવવા તેમજ સફાઈ અને મચ્છર નિયંત્રણની તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠી છે.
📲Get App