🔥 TRENDING Ayurvedic Trial in Bhopal Shows Pregna... Two Lawrence gang members arrested for... PM Modi Highlights IIT Kharagpur's Rol... દાહોદમાં હરિદ્વાર પેકેજ ઠગાઈ: 75 મુસાફ... Suvendu Adhikari Featured in India Tod... Adani Energy to Supply 2,500 MW of Ren...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી પોલીસ દ્વારા શામળાજી આશ્રમથી હિમતનગર રોડ પર ગેરકાયદેસર પ્રોહી અને જુગાર ગાડીઓની જપ્તી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 02:36 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસ સ્ટેશનમાં શામળપુર ગામની સીમામાં ગેરકાયદેસર પ્રોહી અને જુગાર ગાડીઓની જપ્તી કરી, 708 બોટલ અને ટીન વિદેશીદારૂ અને 5 લાખ રૂપિયાની કાર જપ્ત કરી..

અરવલ્લીમાં-:
શામળાજી પોલીસ સ્ટેશન શામળપુર ગામની સીમમાં એક સફેદ કલરની મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી (GJ.01.KN.1581) ગેરકાયદેસર પ્રોહી અને જુગાર માટે ઉપયોગમાં લેવાતી હતી. ગાડીના ચાલકે રોકાણનો આદેશ ન માન્યો અને હિમતનગર તરફ નેશનલ હાઇવે પર દોડ્યો, પરંતુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર અને વી ડી વાઘેલા સાથેની ટીમે તેને અટકાવીને ગાડી અને તેની અંદરની સામગ્રી જપ્ત કરી.જપ્ત કરેલી સામગ્રીમાં 708 બોટલ અને ટીન (ક્વાટર) નંગ-708 વિદેશીદારૂ, જેનું મૂલ્ય રૂ. 3,11,280/- હતું, અને ગાડીનું પોતાનું મૂલ્ય રૂ. 5,00,000/- હતું. કુલ પ્રોહી મુદ્દામાલ રૂ. 8,11,280/-નું હતું..

આ આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઈન્સપેક્ટર,વી જે તોમર પોલીસ સબ ઇન્સપેકટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,નરેશસિંહ દિપસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,જયેન્દ્રસિંહ ભીમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિલીપભાઈ થાનાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અક્ષેન્દ્રસિંહ જયદિપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સક્રિય ભાગીદારી હતી.ગાડીના ચાલક અને તેના સાથીનું નામ હજુ સુધી મળ્યું નથી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા દ્વારા ગેરકાયદેસર પ્રોહી,જુગાર અને નશીલા દ્રવ્યોની વેચાણ અને હેરાફેરી પર વોચ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી,જેના આધારે આ અસરકારક કાર્યવાહી કરવામાં આવી.
📲Get App