🔥 TRENDING UAE Signals $25 Billion Investment in... लोधेश्वर धाम महादेव दंडवत परिक्रमा यात... Malayalam Film Bethlehem Kudumba Unit... M9.news Reviews Hunkkaar: The Roar as... Thane Police Arrest Web Series Actress... Medical Dialogues Releases Health Bull...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડેભારી ગ્રામ પંચાયતની તાત્કાલિક કામગીરી: તોરણના મુવાડા ફળિયામાં સફાઈ અભિયાન શરૂ
Local

ડેભારી ગ્રામ પંચાયતની તાત્કાલિક કામગીરી: તોરણના મુવાડા ફળિયામાં સફાઈ અભિયાન શરૂ

✍️ Reporter: AKASH JOSHI 🗓 17 Aug 2026, 11:22 AM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડેભારી ગ્રામ પંચાયત દ્વારા તોરણના મુવાડા ફળિયામાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય રસ્તા પરની ગંદકી અને કાદવ-કિચડ દૂર કરવાનો છે.

ડેભારી ગ્રામ પંચાયતની તાત્કાલિક કામગીરી: તોરણના મુવાડા ફળિયામાં સફાઈ અભિયાન

વીરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયતની તાત્કાલિક કામગીરી

વીરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા તોરણના મુવાડા ફળિયામાં રસ્તા પર ગંદકી અને કાદવ-કિચડની સમસ્યા જોવા મળી રહી હતી. ખાસ કરીને 15મી ઓગસ્ટની તિરંગા રેલી દરમિયાન વિદ્યાર્થીઓ કાદવ-કિચડમાંથી પસાર થઈ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વિડિયો વાયરલ થયા બાદ ડેભારી ગ્રામ પંચાયત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી રસ્તા પરની ગંદકી દૂર કરવામાં આવી તેમજ જરૂરી સાફ-સફાઈ કરવામાં આવી હતી.ગ્રામ પંચાયતની તાત્કાલિક કામગીરીથી સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીમાંથી રાહત મળી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને પગલે તંત્ર હરકતમાં આવતા ગણતરીના સમયમાં સફાઈ કામગીરી હાથ ધરાતા ગ્રામજનોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો.
📲Get App