🔥 TRENDING જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... Shailendra Kumar Takes Interim Charge... J&K Govt Sets Up Rent Authorities and... Jammu & Kashmir to See Light Rain and... આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાત...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી, કારને થયું નુકસાન
Local

અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી, કારને થયું નુકસાન

✍️ Reporter: Shahid Mansuri 🗓 13 Aug 2026, 09:12 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલના કામ પછી વીજપોલ ધરાશાયી થયા, જેમાં એક કારને ભારે નુકસાન થયું.

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજ વાયરો અને લોખંડના વીજપોલ દૂર કરવાની કામગીરી દરમિયાન એક બાદ એક વીજપોલ ધરાશાયી થયા. મહાશિવ હોટલ પાસે એક વીજપોલ પાર્કિંગમાં ઉભેલી કાર પર પડતા કારને ભારે નુકસાન થયું. સદનસીબે કારમાં હાજર ડ્રાઇવરનો આબાદ બચાવ થયો.

બીજી તરફ, પ્રતિન હોટલ પાસે પણ એક વીજપોલ રસ્તા પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભરચક વિસ્તારમાં આવી ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સાવચેતી અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
📲Get App