🔥 TRENDING UP Police Stall Wins Best Display Awar... Director Explains New Cinematographer’... Chandigarh to Draft Film Policy to Lur... Amala Paul says she wouldn't repeat Aa... Several Ponies Found Dead in Kak Villa... NIA arrests second suspect in Manipur...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જગદીશ પંચાલે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો
National

જગદીશ પંચાલે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Aug 2026, 02:58 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલે આજે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લીધો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત સ્વતંત્રતા પર્વને આવકારતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ એ આજે તેમના નિવાસસ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો.

આ અભિયાનના ભાગરૂપે, તેમણે દેશભરમાં લોકોના ઘરોમાં તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ રાષ્ટ્રીય મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાવા માટે સૌ લોકો સંકલ્પબદ્ધ થઈને પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવવો જોઈએ.

'હર ઘર તિરંગા' અભિયાનનો ઉદ્દેશ્ય દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને વધુ પ્રભાવશાળી બનાવવાનો છે. આ અભિયાન દ્વારા દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ અને એકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
📲Get App