🔥 ट्रेंडिंग अक्टूबर 2026 में OTT पर नई फ़िल्में और... हुनामन के तीजा सजाज़ ने होस्ट किया 'द ट... मैरिया बेमफ़र्ड और जड अपाटो के साथ 'पै... नेटफ्लिक्स ने ‘द वन अबाउट मैथ्यू पेरि’... रवि किशन ने नई भक्ति फिल्म में मुख्य भ... महाराष्ट्र FDA ने शिशु खाद्य पैकेज पर...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત
देश

ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 अग. 2026, 02:02 PM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનમાં સહભાગી થયા.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાષ્ટ્રવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને વંદ માતરમ્ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર આધારિત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા. આ અભિયાન 9મીથી 17મી ઑગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ચાલશે.

ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી, તમામ જિલ્લાઓમાં વ્યાપક જનભાગીદારી થકી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App