🔥 ट्रेंडिंग સુરતમાં NH-48 પર પેટ્રોલ-ડીઝલ ચોરી કરત... સુરતના ઓલપાડમાં અમીષ પટેલની શંકાસ્પદ હ... जालना जिल्ह्याच्या भोकरदन तालुक्यात 13... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર... સુરતમાં નેશનલ હાઈવે 48 પર પેટ્રોલ‑ડીઝલ... મોદીજીના જન્મદિવસે માંડવીમાં 2500 દીવડ...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અંબાજીમાં PM મોદીના 76મા જન્મદિવસ પર 76 હજાર દીવડાઓથી ભવ્ય દીપોત્સવ, આકાશમાં ડ્રોન શો દ્વારા મોદીની પ્રતિમા

✍️ रिपोर्टर: Rajesh vanjara 🗓 17 सित. 2026, 09:34 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મા અંબાના ધામ અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે 76 હજાર દીવડા પ્રગટાવી ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપોત્સવ બાદ યોજાયેલા ડ્રોન શોમાં આકાશમાં PM મોદીની પ્રતિમા અને મા અંબા મંદિરની છબી રજૂ કરવામાં આવી હતી.

અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાના પવિત્ર ધામમાં 76 હજાર દીવડાઓ પ્રગટાવી સમગ્ર અંબાજીને દીવડાઓની રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

શંકરસિંહ ચૌધરી અને જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય દીપોત્સવ દરમિયાન અંબાજી મંદિરની સુંદર રોશનીએ શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષ્યું હતું. આ પ્રસંગે PM મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

દીપોત્સવ બાદ અંબાજીના આકાશમાં ભવ્ય ડ્રોન શો યોજાયો હતો. ડ્રોન શોમાં આકાશમાં PM મોદીની પ્રતિમા તેમજ મા અંબાના મંદિરની ભવ્ય છબી રજૂ કરવામાં આવી હતી. આ અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દીપોત્સવ અને ડ્રોન શોના કારણે સમગ્ર અંબાજીમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ સર્જાયો હતો.
📲Get App