🔥 TRENDING West Bengal to Observe PM Modi's Birth... EC Freezes TMC Name and Symbol for Ben... EC Bars Both TMC Factions From Using P... Tea Seller’s Glass of Milk Starts 35‑Y... Veer Pahariya extends support to Bihar... Haryana man loses patience as people s...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં PGVCLના અંડરગ્રાઉન્ડ કેબલ કામમાં ભ્રષ્ટાચારની આશંકા: માત્ર એક ફૂટ ઊંડે જોવા મળ્યા કેબલ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 12:28 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલા PGVCLના અંડરગ્રાઉન્ડ કેબલના કામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.

અમરેલીમાં PGVCL દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કામમાં ભ્રષ્ટાચારની ગંભીર દુર્ગંધ ફેલાઈ છે. રોડના કામ દરમિયાન કરવામાં આવેલી ખોદાણ વખતે આ કથિત ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નિયમ મુજબ કેબલને જમીનમાં એક મીટર ઊંડે નાખવાના હોવા છતાં, ખોદાણ દરમિયાન જાણવા મળ્યું છે કે કેબલ માત્ર એક ફૂટની ઊંડાઈએ જ નાખવામાં આવ્યા છે. એવી શંકા છે કે કોન્ટ્રાક્ટરે કામમાં ગુણવત્તા સાથે સમાધાન કરીને કાગળ પર એક મીટર ઊંડાણ બતાવીને ખોટા બીલો પાસ કરાવ્યા છે.

જનતાના પૈસાનો દુરુપયોગ થયો હોવાની આ ઘટના સામે આવ્યા બાદ હવે પ્રશ્ન ઉઠતો થયો છે કે આ માટે કોણ જવાબદાર છે અને તંત્ર ક્યારે જાગશે. આ સમગ્ર મામલે PGVCL દ્વારા કડક તપાસ કરવામાં આવશે કે કેમ, તે જોવું રહ્યું.
📲Get App