🔥 TRENDING અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ તાલુકાના રામ... શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે ભક્તિન... बिजली का तार गिरने से सड़क हादसा, रिपो... Altaf Bukhari says NC will bear respon... CRPF Personnel Dies After Falling Unco... Firefighter Dies After Falling from No...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના હજારો કરકથલ ગામના લોકોએ હાર્દિકભાઈ MLAની હિંમતમાં વધારો કર્યો.

✍️ Reporter: Gilani Asikali 🗓 27 Sep 2026, 10:10 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે વિરમગામ તાલુકાના કરકથલ ગામે કુલ ₹13.70 કરોડના વિવિધ વિકાસ કામોનું ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું.લાંબા સમયથી ગ્રામજનોની માંગણી રહેલા જખવાડા કરકથલ રોડનું ₹5 કરોડના ખર્ચે 5.50 મીટર પહોળાઈ સાથે નિર્માણ કરવામાં આવશે. સાથે જ ₹6 કરોડના ખર્ચે કરકથલ થોરી મુબારક રોડનું નિર્માણ થશે.
ગામના પ્રવેશદ્વારને સુંદર અને સુવિધાસભર બનાવવા માટે ₹40 લાખના ખર્ચે RCC રોડનું કામ પણ હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત કરકથલ તથા આસપાસના 4થી 5 ગામોના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી ₹2 કરોડના ખર્ચે સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે કહ્યું કે લગભગ 8,000ની વસ્તી ધરાવતા કરકથલ ગામ માટે પ્રથમવાર આટલી મોટી રકમના વિકાસ કામોને મંજૂરી મળવી એ ગામના સર્વાંગી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, આરોગ્ય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ ગોહિલ, ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો અને સૂચનો પણ જાણ્યા.કરકથલના વિકાસ માટે સંકલ્પ…
વિરમગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસ…
સેવા જ સંકલ્પ, વિકાસ જ લક્ષ્ય રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App