🔥 TRENDING उदयनगर देणोक गौशाला में गौभक्तों ने का... गुवाहाटी यूनिवर्सिटी की छात्रा की संदि... રાયગઢમાં નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ સ... રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે... Maharashtra CM warns of El Niño impact... Maharashtra Minister Ganesh Naik Revie...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે ભક્તિનો મહાકુંભ,લાખો માઈભક્તો ઉમટ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 10:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં ફેરવાઈ ગયું. લાખો માઈભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..

ભાદરવી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું હતું. આ પવિત્ર દિવસે લાખો માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..

'જય અંબે'ના ગગનભેદી નારાઓથી સમગ્ર અંબાજી ધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોની અપાર ભીડને કારણે એક મહાકુંભ જેવો માહોલ સર્જાયો હતો,જે માતાજી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.આ અવસરે મા અંબા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા. આસ્થા અને ભક્તિનો આ અનેરો સંગમ અંબાજી ધામમાં જોવા મળ્યો હતો.
📲Get App