🔥 ट्रेंडिंग बिहार ने एम्स पटना में पहला स्किन बैंक... दमोह में 70 वर्षीय वृद्ध की मौत, बेटे... अशोकनगर जिला अस्पताल में चूहों का कब्ज... দেশের গণতন্ত্র সাংবিধানিক মর্যাদা ও জা... शाहरुख़ खान, सुहाना खान, अभिषेक बच्चन... આદિવાસી પરેડનું આયોજિત કાર્યક્રમ
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

અમદાવાદ: વસ્ત્રાલમાં કોંગ્રેસ નેતા ગીતા પટેલની બહેન MD ડ્રગ્સ સાથે પકડાઈ, છૂટક વેચાણ કરતી, ₹2.69 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 26 नव. 2026, 10:38 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નશાના કારોબાર સામે કાર્યવાહી દરમિયાન પોલીસે ₹2.53 લાખના મેફેડ્રોન(MD) ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે વસ્ત્રાલની એક સોસાયટીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મહિલાના ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના દાવા મુજબ, આરોપી મહિલા કોંગ્રેસ નેતા ગીતા પટેલની બહેન અને ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરતી હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે પોલીસે મહિલા સામે ગુનો નોંધીને ડ્રગ્સ સપ્લાય કરનાર શખસને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.


વસ્ત્રાલમાં ₹2.53 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

પોલીસ ફરિયાદ અનુસાર, ગત 25 નવેમ્બરના રોજ સવારે 7.30 વાગ્યે વસ્ત્રાલની જલસાગર સોસાયટીમાં રહેતી સોનલ જિતેન્દ્રકુમાર પટેલ(ઉં.વ.37) નામની મહિલાના મકાનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસ અને FSL અધિકારીઓની હાજરીમાં તપાસ કરતાં ઘરમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

દરોડા દરમિયાન MD ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન, રોકડ રકમ, ડિજિટલ માઇક્રો વજનકાંટો, પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. પોલીસે ડ્રગ્સ સહિત કુલ અંદાજે ₹2.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે

ઝડપાયેલી મહિલા કોંગ્રેસ નેતા ગીતા પટેલની બહેન હોવાનું ખુલ્યું

આ મામલે કોંગ્રેસ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, 'મીડિયાના માધ્યમ દ્વારા અમને જાણવા મળ્યું છે કે ડ્રગ્સનો વેપલો કરવા બાબતે ઝડપાયેલી મહિલા પૂર્વમાં કોંગ્રેસ નેતા ગીતા પટેલની મોટી બહેન છે. આ બાબતે અમે તપાસ કરીને કાર્યવાહી કરીશું.'

છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરતી હતી મહિલા


પોલીસ પૂછપરછ દરમિયાન મહિલા આ ડ્રગ્સ છૂટક વેચાણ માટે લાવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદના ખાડિયાના રહેવાસી મોહમ્મદને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનોને નશાની લતથી બચાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે ગેરકાયદે કારોબાર સામે પોલીસે આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App