વિરમગામમાં નશાકારક મેફેડ્રોન (MD) ડ્રગ્સના ગેરકાયદેસર જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસની કાર્યવાહી : રૂ. 66,500નો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
વિરમગામ શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નશાકારક મેફેડ્રોન MD ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો રાખી વેચાણ કરતા હોવાની શંકાના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી મેફેડ્રોન MD ડ્રગ્સનો કુલ 5.50 ગ્રામ જથ્થો, બે મોબાઇલ ફોન અને એક હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ સહિત કુલ રૂ. 66,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓનાં નામ
અશોકભાઈ રતિલાલભાઈ ગોરીયા ઠાકોર, ઉંમર 41 વર્ષ, રહે. કસ્ટમની ચાલી, વિરમગામ.
વિષ્ણુભાઈ જવાનજી ઠાકોર, રહે. સિદ્ધપુર.
અંકિત પ્રવિણકુમાર જયસ્વાલ કલાલ, રહે. વિરમગામ.
કબજે કરાયેલ મુદ્દામાલ:
મેફેડ્રોન MD ડ્રગ્સ 5.50 ગ્રામ રૂપીયા 16,500
બે મોબાઇલ ફોન કિમત રૂયીયા 10,000
હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ રૂપીયા 40,000
ખાલી પ્લાસ્ટિકની પડીકી કિંમત દર્શાવેલ નથી.
આમ, કુલ રૂ. 66,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8 C, 22 B અને 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે વિરમગામ ટાઉન પોલીસની આ કાર્યવાહીથી આવા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ