🔥 TRENDING Breaking News ; ''ਅਗਨੀਵੀਰਾਂ'' ਲਈ ਕੇਂਦਰ... Assured Minimum Facilities Reviewed in... विधायक अनिल सिंह ने कंचनपुर में कार्यक... खाकी पर लगा दाग! तस्करी मामले में दो य... MLA sonawari adv Hilal akbar Lone met... ਪੰਜਾਬ ''ਚ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇਅ ਜਾਮ! ਗੱਡੀਆਂ ਦੀਆ...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ‘વિકસિત ગુજરાત 2047

✍️ Reporter: Atul Thakor 🗓 04 Nov 2026, 05:19 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ‘વિકસિત ગુજરાત 2047 - હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ’ સેમિનારના સમાપન સમારોહમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાથે સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ સેમિનારને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપેલા વિકસિત ભારતના ધ્યેયને યુવાશક્તિને ભવિષ્યલક્ષી શિક્ષણ સજ્જતાથી સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ અને સમયસરની પહેલ ગણાવી હતી. તેમણે 'વિકસિત ગુજરાત-2047' માટેના રોડમેપને વધુ પરિણામલક્ષી બનાવવા સૌનાં સૂચનો અને સહયોગ આવકાર્ય હોવાનું જણાવી આ સેમિનારના વિવિધ ચર્ચા સત્રોનો નિષ્કર્ષ સરકારને 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' માટે વધુ તેજ ગતિથી આગળ વધવાનું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
📲Get App