🔥 TRENDING திமுக உண்மையான பாஜக: முதல்வர் விஜய் வி... 7 Bollywood Stars Expand Beyond Acting... Hanuman Ansh Adds ₹2.15 Crore on 49th... YouTube Restricts Tia Bajpai & Arian R... Elli Avram Teases Fans with Behind‑the... Centre Extends AFSPA to Three Arunacha...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાગરા GIDCમાં મજૂરોના હકો માટે INTUC મેદાને: શોષણ બંધ નહીં થાય તો આરપારની લડાઈ લડવા ઉગ્ર આંદોલનની ચેતવણી

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 21 Sep 2026, 10:35 AM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા GIDCમાં મજૂરોના હકો માટે INTUC મેદાને: શોષણ બંધ નહીં થાય તો આરપારની લડાઈ લડવા ઉગ્ર આંદોલનની ચેતવણી

વાગરા GIDC અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા હજારો શ્રમિકોના હકો, સુરક્ષા અને સ્થાનિક રોજગારીના મુદ્દે રાષ્ટ્રીય મજૂર કોંગ્રેસ (INTUC) ભરૂચ જિલ્લા દ્વારા વાગરા ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મજૂરોની સમસ્યાઓને લઈને કંપનીઓ અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વર્ષોથી સ્થાનિક શ્રમિકોને રોજગારી, પૂરતું વેતન અને સુરક્ષાના મુદ્દે અવગણવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ હવે સહન નહીં કરાય. કાર્યક્રમ દરમિયાન મજૂર એકતા ઝિંદાબાદ અને સંગઠન શક્તિ, દેશની શક્તિ જેવા સૂત્રોચ્ચાર સાથે શ્રમિકોને એક મંચ પર લાવવાનો સંકલ્પ લેવાયો હતો.

INTUC ભરૂચ જિલ્લા પ્રમુખ સકીલ રાજે ચેતવણી આપતા કહ્યું કે વાગરા GIDCમાં સ્થાનિક શ્રમિકોનું શોષણ, ઓછું વેતન અને સુરક્ષાના અભાવ જેવા મુદ્દાઓ હવે સહન નહીં કરાય. જો કંપનીઓ મજૂરોના હકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જશે અને શોષણ બંધ નહીં કરે, તો INTUC દ્વારા ઉગ્ર આંદોલન કરાશે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ INTUC પ્રમુખ નૈષેધ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ, તાલુકા પ્રમુખ આસિફ પટેલ સહિત જિલ્લા અને તાલુકાના અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું કે શ્રમિકોની મજબૂત એકતા જ જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો સાચો આધાર છે અને INTUC હંમેશાં મજૂરોના અવાજને બુલંદ કરતું રહેશે.
📲Get App