स्थानीय
અંકલેશ્વર GIDCમાં ETL કંપનીની પાણીની ટાંકી તૂટી પડતાં દોડધામ
અંકલેશ્વર GIDC સ્થિત ETL કંપનીમાં પાણીની ટાંકી પ્રેશર વધવાના કારણે તૂટી પડતાં હજારો લીટર પાણી વહી ગયું હતું અને આસપાસના વિસ્તારમાં નુકસાન થયું હતું.
અંકલેશ્વર GIDC સ્થિત ETL કંપનીમાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. કંપનીની પાણીની ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, પાણીની ટાંકીમાં પ્રેશર વધી જતાં તેની દીવાલ તૂટી પડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટાંકીમાંથી હજારો લીટર પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો, જેના કારણે ETL કંપનીના પરિસર સહિત નજીકની અન્ય કંપનીઓના કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસી ગયું હતું. આ પાણી ભરાવાને કારણે કંપનીઓને નુકસાન થયાના અહેવાલ છે.
ETL કંપનીમાં વિવિધ ઉદ્યોગોમાંથી આવતા પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ બાદ આ પાણીને NCTમાં મોકલવામાં આવે છે. આ ઘટનાને પગલે GIDC વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.