🔥 TRENDING Andhra Pradesh’s investment pledges to... CleanMax inks ₹50,000 crore MoU with A... Gujarat Government Holds 25+ Gulf Inve... PM Modi wishes Sam Pitroda and his wif... New Tiered Parking Fees Introduced for... મંગરોળમાં યુવાન કૃષિ વિદ્યાર્થી ક્રિશ...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મંગરોળમાં યુવાન કૃષિ વિદ્યાર્થી ક્રિશ નંદાણીયાએ દિવાળી fireworks ના બદલે અનેક પરિવારને ગરમ ધાબળા વિતરણ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 13 Nov 2026, 12:34 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી પર ફટાકડાઓમાં ખર્ચ કરવા બદલે, ક્રિશ નંદાણીયે 10‑15 હજાર રૂપિયા ઉપયોગ કરીને મંગરોળમાં જરૂરિયાતમંદ પરિવારોને ગરમ ધાબળા આપ્યા.

જુનાગઢ જિલ્લામાં મંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા અને કૃષિ અભ્યાસ કરતા 18‑વર્ષીય ક્રિશ મહેંદ્રભાઈ નંદાણીયાએ દિવાળી તહેવાર પહેલાં એક અનોખો નિર્ણય લીધો. ફટાકડાઓમાં ખર્ચ થતો 10‑15 હજાર રૂપિયા બચાવીને, શહેરમાં રાત્રિ સમયે ઠંડીથી પીડિત જરૂરિયાતમંદ પરિવારોને ગરમ ધાબળા (બ્લેન્કેટ) આપવાનો પ્રસ્તાવ તેમણે મૂક્યો.

ક્રિશએ પોતાના મિત્રો સાથે મળીને આ યોજના અમલમાં મૂકી. તહેવાર બાદ, તેઓ રૂબરૂ જઈને અનેક પરિવારોને ધાબળા વિતરણ કર્યા. વિતરણ દરમિયાન ક્રિશના મિત્રો દીક્ષિત બારીયા, કુલદીપ બારીયા, સાગર નંદાણીયા, તેમજ ક્રિશના પિતા મહેંદ્રભાઈ નંદાણીયા, કૂણાલ ભાઈ ભરડા અને ફેજાન ભાઈ શેખ હાજર રહ્યા. મહેંદ્રભાઈ નંદાણીયા મંગરોળ તાલુકા નોકરિયાત શ્રાફી સહકારી મંડળીમાં મેનેજર તરીકે સેવા આપે છે અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

આ સહયોગી પ્રયાસમાં ધાબળાઓનું વહેંચાણ માત્ર ગરમાઈ જ નહીં, પણ સમાજમાં સહાનુભૂતિ અને પરોપકારની ભાવનાને પણ પ્રોત્સાહિત કરે છે. ક્રિશની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસિત કરવામાં આવી છે અને "મોર ના ઈંડા ચીતરવા ના પડે" કારણ તેમના પિતા મહેન્દ્ર ભાઈ પણ અનેક સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે,નાની ઉંમરે પણ મોટા વિચાર અને ક્રિયાઓ સંસ્કારો થીજ સંભવ છે

ક્રિશ ભાઈ ની આ પ્રેરણાદાયી સેવા અન્ય યુવાનો માટે ઉદાહરણ બની છે. તેઓએ સાબિત કર્યું કે તહેવારોની ઉજવણીમાં ખર્ચને જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
વંદેમાતરમ ગ્રુપ શિવમ ચક્ષુદાન અને સંજીવની નેચર ફાઉન્ડેશન આ સેવા કાર્ય ને બિરદાવે છે, આ કાર્ય યુવાનો માટે ગૌરવ પૂર્ણ છે
📲Get App