🔥 TRENDING ప్రజల నమ్మకమే నా గెలుపు.. వారి సేవకే న... TAT (HS) 2026 પરિણામમાં વિસંગતતાઓ: હ્ય... दीपावली पर बिलोची मार्केट में उमंग और... Study Finds Deep Male Voices Not Prefe... All Pass (2026) Streaming Guide: How t... Daler Mehndi thanks supporters amid Ut...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: E1 કોચનો કાચ તૂટ્યો, મુસાફરો સુરક્ષિત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Nov 2026, 06:38 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરમતીથી વેરાવળ જતા વંદે ભારત એક્સપ્રેસ પર લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો, E1 કોચનો કાચ તૂટી ગયો પરંતુ કોઈ ઈજા ન થઈ.

આ ઘટના 8 નવેમ્બર 2026ના રવિવારની સવારે, લગભગ 9:45 વાગ્યે, ખીજડીયા સ્ટેશન પસાર કરીને ચિતલ તરફ આગળ વધતી વંદે ભારત એક્સપ્રેસ પર બની. લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ત્રાટક્યા.

પથ્થરમારામાં E1 એક્ઝિક્યુટિવ કોચની ડાબી બાજુએ સીટ નંબર 9 અને 10 પાસેની બારીનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો, અને સીટ નંબર 5 અને 6 નજીક પણ પથ્થરો વાગ્યા. કાચના ટુકડા અંદર સુધી ધસી આવ્યા નહોતા, તેથી કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

ઘટનાની જાણ થતાં જ ટ્રેન મેનેજરે ઓન-ડ્યુટી RPF જવાનોને એલર્ટ કર્યા અને ટ્રેનને થોભાવીને તમામ મુસાફરોની સ્થિતિ તપાસવામાં આવી. ઈજા ન હોવાની ખાતરી થયા બાદ ટ્રેન વેરાવળ તરફ રવાના થઈ. RPF અને લાઠી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવી તપાસ શરૂ કરી.

રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ છે. ટ્રેકની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પૂછપરછ કરી પથ્થરમારો કરનારાઓની ભાળ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ કૃત્ય કોણે અને કયા ઈરાદાથી કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.
📲Get App