🔥 TRENDING ୨୨ରୁ ବିଧାନସଭା; ରାଜଧାନୀରେ ଟ୍ରାଫିକ୍ କଟକଣ... લાઠીના અડતાળા ગામમાં યુવક પર તલવાર વડે... ବିଦ୍ୟୁତ ବିଭାଗର ମନମୁଖୀ; ୧୨ଟି ବିଦ୍ୟାଳୟରୁ... दुमकापुर में जमीन का अधिग्रहण शुरू ପୂର୍ବ ଶ୍ରତ୍ରୁତାକୁ ନେଇ ସାବତ ଭାଇକୁ ହାଣିଲ... திருவேங்கடமுடையான் என்ற பெருமாள் கோவில...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકારે જૈવિક ખાતર માટે બાયો‑CNG પ્લાન્ટમાં ₹60 કરોડ ફાળવ્યા
Local

ગુજરાત સરકારે જૈવિક ખાતર માટે બાયો‑CNG પ્લાન્ટમાં ₹60 કરોડ ફાળવ્યા

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 21 Jul 2026, 09:48 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારે 2026‑27 બજેટમાં જિલ્લાની દૂધ ઉત્પાદક સંઘો દ્વારા બાયો‑CNG પ્લાન્ટ માટે ₹60 કરોડની નવી જોગવાઈ કરી, જૈવિક ખાતરોના પ્રોત્સાહન માટે.

ગુજરાત સરકાર રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે.

આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે વર્ષ 2026‑27 ના બજેટમાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા બાયો‑CNG પ્લાન્ટની સ્થાપના માટે ₹60 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજનાના અસરકારક અમલીકરણ અને બાયો‑CNG આધારિત જૈવિક ખાતર ઉત્પાદન માટે સર્વગ્રાહી નીતિના ઘડતર અંગે આજે સ્વર્ણિમ સંકુલ‑1, ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી શ્રી સંજાયસિંહ મહીડા સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા‑વિચારણા કરી.

બેઠકનો હેતુ યોજનાની સફળ અમલવારી અને જૈવિક ખાતર તરફના પરિવર્તનને ટેકો આપતી નીતિઓ ઘડવાનો હતો.
📲Get App