🔥 ट्रेंडिंग जयपुर जिले की 112 ग्राम पंचायतों में म... రాధాకృష్ణ: YCP మోటివేషన్‌కు బెదిరింపుల... भूमि पेडनेकर और ऑरी का वायरल पोज़, रु 2... पालक तिवारी बनेंगी एटीयूडी इंडिया की प... अभुंडिया एंटरटेनमेंट ने शुरू की AI‑सहा... हिमेश रेशमिया और आकासा सिंह की नई गाना...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભીલડીમાં આજે દિવાળી: પીએમ મોદી રોડ-શો કરી BBBRC સહિત 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સાંજે એકતાનગરમાં માં નર્મદાની આરતી કરશે

✍️ रिपोर्टर: Naresh Thakor 🗓 30 अक्टू. 2026, 07:10 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31| ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ| વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં F14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે| રૂ19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ| પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય| એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના| આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
આજે ભીલડીમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ|

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે આશરે 9:30 વાગ્યે બનાસકાંઠામાં એમિ્બ્રયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફરિ્ટલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત| બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCના પશુ ફાર્મની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે આશરે 10:30 વાગ્યે તેઓ ર14,000 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.| આ પ્રસંગે બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવાની સાથે ઉપસિ્થત લોકોને સંબોધન પણ કરશે.
વડાપ્રધાન BBBRCને રાષ્ટ્રને સમરિ્પત કરશે

બનાસકાંઠાના ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCને વડાપ્રધાન રાષ્ટ્રને સમરિ્પત કરશે.| આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર ગાય-ભેંસના સંવર્ધન, આનુવંશિક સુધારણા અને આધુનિક પ્રજનન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે. આ સંસ્થાથી પશુઓની જાત િ સુધારવાની પ્રકિ્રયામાં 10થી 20 ગણી ઝડપ લાવવાનું લક્ષ્ય છે. કાંકરેજ ગાયની જાતિને સમરિ્પત આ પ્રકારનું દેશનું પ્રથમ કેન્દ્ર હોવાનું જણાવાયું છે.

થરાદ અને રાધનપુરમાં બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં સ્થાપવામાં આવનારા બે બાયો-CNG પ્લાન્ટનું વડાપ્રધાન ખાતમુહૂર્ત| કરશે. આ પ્લાન્ટમાં દરરોજ અનુક્રમે 75 મેટિ્રક ટન અને 100 મેટિ્રક ટન પશુઓના છાણની પ્રકિ્રયા કરવાની ક્ષમતા હશે. આ પ્રોજેક્ટથી પશુઓના છાણનો ઉપયોગ ઊર્જા| ઉત્પાદન માટે કરી શકાશે.
અમદાવાદ મેટ્રોના વિસ્તરણનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન અમદાવાદ મેટ્રો ફેઝ-2A અને ફેઝ-2Bના વિસ્તરણનું ખાતમુહૂર્ત કરશે. ફેઝ-2A હેઠળ એરપોર્ટ| સુધી મેટ્રો કનેકિ્ટવિટી વધારવામાં આવશે. આ માર્ગ 6 કિલોમીટરથી વધુ લાંબો હશે અને તેમાં કોતેશ્વર રોડથી એરપોર્ટ સુધી પાંચ સ્ટેશનનો સમાવેશ થશે.

ફેઝ-2B હેઠળ ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3.3| કિલોમીટરથી વધુ લાંબા મેટ્રો માર્ગનું નિર્માણ કરવામાં આવશે. આ વિભાગમાં ત્રણ સ્ટેશન હશે. આ વિસ્તરણથી| અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત| બનાવવામાં મદદ મળશે.
અમદાવાદ-મહેસાણા હાઇવે આઠ લેનનો બનશે

અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની કનેકિ્ટવિટી સુધારવા માટે અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઇવે-41ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ અને મજબૂત બનાવવાની| યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આશરે T2,600 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટથી મુસાફરી વધુ ઝડપી, સુરકિ્ષત અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.

4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રો બનશે

ગુજરાતમાં 4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે પૂર્ણ થયેલાં 361| બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવશે., આશરે ર800 કરોડના રોકાણ સાથેની અ પહેલથી ચાર લાખથી વધુ લોકોને લાભ મળવાની અપેક્ષા છે.|

કૃષ િ ક્ષેત્રની 521 પરિયોજનાઓ રાષ્ટ્રને સમરિ્પત કરાશે વડાપ્રધાન કૃષ િ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલી 521| પરિયોજનાઓ રાષ્ટ્રને સમરિ્પત કરશે. આ પરિયોજનાઓ| પાછળ આશરે રૂ4,950 કરોડનો ખર્ચ થયો છે. તેમાં કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ગોડાઉન, સાઇલો, પોલીહાઉસ,| ગ્રીનહાઉસ, કૃષ િ પેદાશોના પ્રાથમિક અને દિ્વતીય પ્રોસેસિંગ કેન્દ્રો સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, દિયોદરના સણાદરમાં બટાકાની પ્રકિ્રયા કરતા પ્લાન્ટના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પાલનપુરમાં અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર (UHT) ઉત્પાદનો માટે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.|

બે નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી અપાશે

રેલવે કનેકિ્ટવિટી મજબૂત કરવા માટે વડાપ્રધાન અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને| મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે. આ સેવાઓથી મુસાફરોને અવરજવરમાં સુવિધા મળશે.
📲Get App