🔥 TRENDING Wedding season kick‑off spikes demand... जंकाल्यन MHA ने अपना रोब दिखाया कायमगंज में जमानत पर मुक्त युवक पर जान... Khaas report mr Nazir Ahmad Sofi बिदर में 30वां राष्ट्रीय हिन्दी साहित्... Khaas report mr Nazir Ahmad Sofi
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાની ષડયંત્રનો પર્દાફાશ, ગુજરાત ATSએ કરી આસામી આરોપીની ધરપકડ

✍️ Reporter: TAVIYAD JASVANTBHAI 🗓 27 Nov 2026, 07:40 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના કથિત આતંકી ષડયંત્રનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ થયો છે. આસામના મહોમ્મદ શાહિદ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી AK-47 રાઇફલ અને કારતૂસ મળી આવ્યા છે.

વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના કથિત આતંકી ષડયંત્રનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત ATSએ આસામના મહોમ્મદ શાહિદ ઇસ્લામની ધરપકડ કરી છે. તપાસમાં આરોપી જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે.

ATSના જણાવ્યા મુજબ, વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આશંકા છે. આરોપી પાસેથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મોબાઇલમાંથી જૈશ સંગઠન સંબંધિત સાહિત્ય અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી હોવાનું જણાવાયું છે. હુમલા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના હોવાની પણ માહિતી સામે આવી છે. હાલમાં ગુજરાત ATS દ્વારા સમગ્ર નેટવર્ક અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App