🔥 TRENDING SIT expands probe into ex‑Bengal minis... Bengal man arrested at temple with wif... Primary Teacher Aspirants Call for Imm... Bihar IPS Officer Bhanu Pratap Singh F... Bihar Board Releases 2027 Sent-Up Exam... गुना में जन अभियान परिषद की जिला स्तरी...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણ 'અનહેલ્ધી' સ્તરે, AQI 192 પર પહોંચ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Nov 2026, 11:34 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં શિયાળાની ઋતુના પ્રારંભ સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરે પહોંચી ગયું છે. તાજા રિયલ-ટાઇમ અહેવાલ મુજબ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 192 પર પહોંચી ગયો છે, જે 'અનહેલ્ધી' શ્રેણીમાં આવે છે.

સુરત શહેરમાં શિયાળાની ઋતુના પ્રારંભ સાથે જ વાયુ પ્રદૂષણનું જોખમી સ્તર સામે આવ્યું છે. તાજા રિયલ-ટાઇમ અહેવાલ મુજબ સમગ્ર સુરત શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 192 પર પહોંચી ગયો છે, જે ‘અનહેલ્ધી’ (અસ્વસ્થ) શ્રેણીમાં આવે છે.

શહેરમાં PM2.5નું પ્રમાણ 111 µg/m³ અને PM10નું પ્રમાણ 124 µg/m³ પર નોંધાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં હવાની ગુણવત્તા ઘટી ગઈ છે અને પ્રદૂષણનું સ્તર સામાન્ય સીમાઓથી ઘણું ઉપર છે.

આ વર્તમાન સ્થિતિ સામાન્ય નાગરિકો અને ખાસ કરીને શ્વાસના દર્દીઓ, બાળકો તથા વડીલો માટે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવે છે. આવા સમયે આ સંવેદનશીલ વર્ગના લોકોએ બહાર નીકળવાથી બચવું જોઈએ અને શ્વાસની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે.
📲Get App