🔥 ट्रेंडिंग પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ... બગસરા પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ.ઓ.કે.... बेंगलुरु हत्याकांड में चेमुंडी हिल्स,... राधिका आपटे ने कहा, दक्षिणी फिल्मों मे... त्रिपुरा के राजू मोघ को उस्ताद बिस्मिल... त्रिपुरा में बीएसएफ पर हमले के बाद 21...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડાય પોલીસ સ્ટેશનમાં ACBનો છટકો, 70 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયા પશ્ચિમ કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ દલજીભાઈ ચૌધરીને ભુજ ACBએ 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા

✍️ रिपोर्टर: Naresh katua 🗓 08 नव. 2026, 11:51 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડાય પોલીસ સ્ટેશનમાં ACBનો છટકો, 70 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયા પશ્ચિમ કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ દલજીભાઈ ચૌધરીને ભુજ ACBએ 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા ફરિયાદીની ખનીજ ભરેલી આઇવા ડમ્પર ગાડીઓ કોડાય પોલીસે BNSSની કલમ 35 હેઠળ કબજે કરી હતી. વાહનો મુક્ત કરવા માટે હેડ કોન્સ્ટેબલે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રકઝક બાદ 1 લાખમાં સોદો નક્કી થયો. ફરિયાદીએ અગાઉ 30 હજાર આપ્યા હતા. બાકીના 70 હજાર આપતી વખતે ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા આ કાર્યવાહી થઈ. કોર્ટ અને ખનીજ વિભાગના હુકમ હોવા છતાં વાહનની ચાવી આપવા લાંચ માંગવામાં આવી હતી
📲Get App