🔥 ट्रेंडिंग જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... शैलेंद्र कुमार को जम्मू-कश्मीर के मुख्... जम्मू-कश्मीर सरकार ने पूरे प्रदेश में... जम्मू और कश्मीर में आज हल्की बारिश और... આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાત...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદમાં ટ્રાફિક ફરજ માટે લાંચ માંગતા ચાર હોમગાર્ડ કાકર્મીઓને ACBએ છટકામાં પકડી પાડ્યા..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 27 अक्टू. 2026, 10:15 PM 👁 83
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ટ્રાફિક ફરજ પર નિયુક્તિ માટે દર મહિને રૂ. ૧૦૦૦/- નો હપ્તો માંગતા ચાર હોમગાર્ડ કાકર્મીઓને આંતરિક કાર્યવાહી વિભાગ (ACB) દ્વારા લાંચ સ્વીકારતાં પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એક ડિવીઝન કમાન્ડર અને કમ્પ્યુટર ઓપરેટર સહિતના પદાધિકારીઓનો સમાવેશ થાય છે..

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ઇન્દુલાલ યાજ્ઞિક હોલના ગેટ આગળ બનેલી ઘટનામાં ઇ-ડિવીઝન હોમગાર્ડ યુનિટ,રખિયાલ-ગોમતીપુરના ચાર કાકર્મીઓને લાંચ સ્વીકારતાં પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓમાં હોમગાર્ડ ડિવીઝન કમાન્ડર વીજયભાઇ.બી. જાદવ, કમ્પ્યુટર ઓપરેટર પંકજભાઇ લલ્લુભાઇ પરમાર, હર્ષમય જશવંતભાઇ સુર્યવંશી અને તુષાર હસમુખ લેઉવાનો સમાવેશ થાય છે.આ ઘટના તારીખ ૨૭/૧૦/૨૦૨૬ ના રોજ બની હતી, જ્યારે ફરીયાદી એક જાગૃત નાગરિક દ્વારા આરોપીઓ પર લાંચની આરોપો લગાવવામાં આવ્યા હતા.ફરીયાદીના દાવો મુજબ, આરોપી નંબર ૧ અને ૨ દ્વારા ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવા માટે દર મહિને રૂ. ૧૦૦૦/- નો હપ્તો માંગવામાં આવતો હતો. જો આ રકમ આપવામાં ન આવે, તો ફરીયાદીને ટ્રાફિક ફરજમાંથી છુટા કરીને ડિવીઝનમાં નાઇટ ડ્યુટીમાં મોકલી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવતી હતી. આરોપીઓએ ફરીયાદીને તારીખ ૨૦/૦૭/૨૦૨૬ ના રોજ ટ્રાફિક ફરજમાંથી છુટા કરી દીધા હતા અને ફરી ટ્રાફિકમાં નોકરી કરવા માટે માહિના ૦૮/૨૦૨૬ થી ૦૯/૨૦૨૬ સુધીના બે માસનો કુલ રૂ. ૨૦૦૦/- નો હપ્તો માંગ્યો હતો.ફરીયાદીએ આ લાંચના નાણાં આપવાનું ટાળતાં આંતરિક કાર્યવાહી વિભાગ (ACB) નો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આરોપી નંબર ૩ (હર્ષમય) ને આરોપી નંબર ૧ અને ૨ ની વતી આરોપી નંબર ૪ (તુષાર) ને લાંચના નાણાં આપવા માટે કહેવામાં આવ્યા હતા. આરોપી નંબર ૪ દ્વારા રૂ. ૨૦૦૦/- ની રકમ સ્વીકારવામાં આવતાં, ACB અધિકારીઓ દ્વારા આરોપી નંબર ૩ અને ૪ ને લાંચ સ્વીકારતાં પકડી પાડવામાં આવ્યા હતા..

આ ઘટનામાં ACB દ્વારા લાંચની કુલ રકમ રૂ. ૨૦૦૦/- રિકવર કરવામાં આવી છે. આ મામલે ટ્રેપીંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.મહેતા (ફિલ્ડ-૩, ઇન્ટે. વિંગ, ACB અમદાવાદ) તથા ACB સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.આરોપીઓએ ગુનાહિત ગેરવર્તણૂક કરીને ગુનો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
📲Get App