🔥 TRENDING Tripura CM Highlights Blood Donation a... Tripura Governor Highlights Festivals... Tripura Star News Highlights Healthcar... CADD Jammu Team Visits Himachal Prades... कन्नौज में रोडवेज बस से 45 लाख मूल्य क... The Tribune Releases ‘Himprastha’ Maga...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરામાં ગણેશોત્સવ આગમન યાત્રા દરમિયાન 80 ડેસિબલથી વધુ અવાજ કરનારા DJ અને આયોજકો સામે પોલીસએ કડક કાર્યવાહી

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 03:32 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા પોલીસે ગણેશોત્સવ પૂર્વ યાત્રાઓમાં ધ્વનિ પ્રદૂષણ માટે 80 ડેસિબલથી વધુ અવાજ કરનારા ડીજે અને આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી.

વડોદરા પોલીસે ગણેશોત્સવની આગમન યાત્રાઓ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા DJ માલિકો અને આયોજકો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી. આ પગલાં સ્થાનિક નાગરિકોના આરોગ્ય અને શાંતિની સુરક્ષા માટે લેવામાં આવ્યા છે.

પોલીસે સાઉન્ડ લેવલ મીટરથી અવાજનું માપન કર્યું અને 80 ડેસિબલ (dB) થી વધુ તીવ્રતા નોંધાઈ. આ સ્તર કાનૂની મર્યાદા કરતાં વધારે ગણાય છે અને જાહેર સ્થળોમાં અવાજ પ્રદૂષણ માટે નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરે છે.

નોધનીય છે કે, 120 ડેસિબલથી વધુ અવાજ કાયમી બહેરાશનું કારણ બની શકે છે. તેથી, પોલીસે સંબંધિત DJ માલિકો અને આયોજકોને કાયદેસર દંડ અને અન્ય યોગ્ય પગલાં લેવાની સૂચના આપી છે, જેથી ભવિષ્યમાં આવા ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકાય.
📲Get App