🔥 ट्रेंडिंग यूएई ने भारत में 25 अरब डॉलर का निवेश... लोधेश्वर धाम महादेव दंडवत परिक्रमा यात... मलयालम फिल्म बेथलेहम कुदुम्बा यूनिट मे... M9.news ने हुनkaar: द रोर की समीक्षा म... ठाणे पुलिस ने वेब सीरीज अभिनेत्री को क... मेडिकल डायलॉग्स ने 28 सितंबर 2026 को ह...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
स्थानीय

મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

✍️ रिपोर्टर: AKASH JOSHI 🗓 15 अग. 2026, 03:56 PM 👁 56
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વીરપુર તાલુકાના વરધરા ગામે કરવામાં આવી, જેમાં કલેક્ટર અર્પિત સાગરે તિરંગો લહેરાવ્યો

મહીસાગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની વરધરા ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી..


કલેક્ટર અર્પિત સાગરના હસ્તે તિરંગો લહેરાવાયો, વિરપુર તાલુકાને વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક અર્પણ
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓનું સન્માન, વિદ્યાર્થીઓના દેશભક્તિ કાર્યક્રમોએ જમાવ્યું રંગ

મહીસાગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી વીરપુર તાલુકાના વરધરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી, જ્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને પોલીસ બેન્ડની સુરાવલિઓ વચ્ચે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે કલેક્ટરશ્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લો 'વિકસિત ભારત-2047'ના સંકલ્પને સાકાર કરવા સતત કાર્યરત છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જિલ્લામાં 239 આરોગ્ય સુવિધાઓમાંથી 14ને NQAS પ્રમાણપત્ર મળ્યું છે તેમજ 91 ટકા એટલે કે 6.67 લાખથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે મહીસાગરે કેન્દ્રીય શિક્ષણ સર્વેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.ખેડૂતોના હિતમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 2.31 લાખ ખેડૂતોને રૂ. 714.88 કરોડની સહાય ડીબીટી મારફતે ચૂકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત 17 હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવ્યા છે અને પશુપાલન ક્ષેત્રે 208 મેગા પશુ આરોગ્ય મેળાઓ યોજી 43 હજાર પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. ગ્રામ્ય વિકાસ હેઠળ પીએમ આવાસ યોજના અંતર્ગત 16,818 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 167 કિ.મી. માર્ગોના વિકાસના કામો હાથ ધરાયા છે, જ્યારે સાયબર ક્રાઇમ સામે અસરકારક કામગીરી કરીને 48 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પર્યાવરણ સંરક્ષણ માટે જિલ્લામાં 22.98 લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. આ અવસરે વીરપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ. 25 લાખનો ચેક કલેક્ટરશ્રીના હસ્તે પ્રાંત અધિકારી બાલાસિનોરને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન સહિત જિલ્લાના જનપ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App