🔥 TRENDING सोनभद्र न्धीरा बिजली स्टेशन: उत्तर प्र... मुंबईच्या कनेक्टिव्हिटीला बळ, जनतेचा प... मुंबईच्या कनेक्टिव्हिटीला बळ, जनतेचा प... ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના 22 અધિકાર... સુરતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં 21.2... સુરતમાં કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર સુરાજપુરામાં રૂ. 7.69 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2,061 બોટલ કબજે,બે આરોપી પકડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 10:34 PM 👁 22
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે હિંમતનગર નજીક સુરાજપુરા ગામમાં રેલવે અંડરબ્રિજ પાસેથી વિદેશી દારૂ અને બીયરની 2,061 બોટલો મેળવી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય છ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે..

સાબરકાંઠામાં-:
ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે.હિંમતનગર નજીક સુરાજપુરા ગામની સીમમાં આવેલા રેલવે અંડરબ્રિજ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભીલોડાથી ગાંભોઈ તરફ આવતા રોડ પર કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 82 પેટી, કુલ 2,061 બોટલ કબજે કરવામાં આવી હતી,જેની કિંમત રૂ. 7,69,261 થાય છે.પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો કામગીરી કરી રહી છે..

તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે.સિસોદિયાની ટીમે સુરાજપુરા ગામની સીમમાં રેલવે અંડરબ્રિજ નજીક જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂ અને બીયરની 2,061 બોટલ સહિત એક વાહન તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 17,79,766 થાય છે. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આઠ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં પકડાયેલા આરોપીઓમાં બસંતીલાલ રામાજી અહારી (રહે. લક્ષ્મણપુરા, તા. ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) અને દશરથ રમેશભાઈ ભીલ (રહે. પ્રાંતીજ, સાબરકાંઠા)નો સમાવેશ થાય છે. જ્યારે ફરાર આરોપીઓમાં ગોવિંદભાઈ, વીનસા (છાણી બોર્ડરથી માલ ભરી આપનાર), મહેુલ (દારૂ ભરેલ ગાડી આપી જનાર), લક્ષ્મણ ઉર્ફે કાળુ સિંધી પુરૂત્તમદાસ રામચંદાણી (રહે. પ્રાંતીજ, જિ. સાબરકાંઠા), રામભાઈ મારવાડી (રહે. પ્રાંતીજ, જિ. સાબરકાંઠા) અને ક્રેટા ગાડી નં. GJ-16-CS-8712 નો માલિકનો સમાવેશ થાય છે.
📲Get App