🔥 ट्रेंडिंग ਮਾਨਸਾ ਪੁੱਜੀ ਪਰਵਿੰਦਰ ਸਿੰਘ ਝੋਟੇ ਦੀ ਮ੍ਰਿਤ... बांका के धोरैया प्रखंड में बाबा हिजेश्... મહુવામાં પત્રકાર એકતા પરિષદનો સ્નેહ મિ... बीहड़ जरजर हुई बचाव में विफल, बछरावां कपड़े की दुकान... बॉस्टन का मौसम: हल्की हवा, बिखरे हुए व...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કચ્છમાં માંડવી નજીક કોડાય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને 70,000 રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાયા

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 08 नव. 2026, 10:27 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એસીબીની ટીમે કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલને 70,000 રૂપિયાની લાંચ સ્વીકારતા જ પકડ્યો, જે બોક્સાઈટ ચોરી કેસમાં જપ્ત થયેલ વાહનોની મુક્તિ માટે હતો.

કચ્છમાં દિવાળી પર્વની તૈયારી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને 70,000 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ પકડવામાં આવી.

વિપુલ ચૌધરી (ઉં.વ. 32) માંડવી નજીક કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. એસીબીની તપાસમાં જાણવા મળ્યું કે તેમણે બોક્સાઈટ ચોરી કેસમાં જપ્ત થયેલ આઇવા ડમ્પર સહિતનાં વાહનોને કોર્ટ અને ખનિજ વિભાગના હુકમ બાદ મુક્ત કરાવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ માંગેલી હતી.

અરોપીઓ સાથેની ચર્ચા બાદ લાંચની રકમ 1 લાખ રૂપિયાની નક્કી થઈ. શરૂઆતમાં 30,000 રૂપિયાની રોકડ લીધી, બાકી 70,000 રૂપિયાની સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને પકડ્યો.

આ ઘટનાથી કચ્છમાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી વધુ કડક બનશે અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.
📲Get App