🔥 TRENDING અંતરના અજવાળા " દિવાળી સ્નેહ સંમેલન કા... જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... Shailendra Kumar Takes Interim Charge... J&K Govt Sets Up Rent Authorities and... Jammu & Kashmir to See Light Rain and...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં પાર્કિંગ જમીન ધસીને 7-8 વાહનો ફસાયા, માર્ગ બંધ
Local

ભરૂચમાં પાર્કિંગ જમીન ધસીને 7-8 વાહનો ફસાયા, માર્ગ બંધ

✍️ Reporter: Shahid Mansuri 🗓 14 Sep 2026, 08:00 PM 👁 103
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના આંગન એપાર્ટમેન્ટની પાર્કિંગ જમીન ધસી પડવાથી અનેક વાહનો પાણીમાં ફસાયા અને કસક સર્કલથી મકતમપુર જતો માર્ગ બંધ કરવામાં આવ્યો.

ભરૂચના આંગન એપાર્ટમેન્ટની પાર્કિંગ જમીન અચાનક ધસી પડી, જેના પરિણામે અફરાતફરી સર્જાઈ. જમીન ધસીને દિવાલ તૂટી, 7 થી 8 ગાડીઓ કાંસમાં ખાબકી ગઈ અને પાણીનો પ્રવાહ અવરોધાયો.

પાણી ભરાવાને કારણે કસક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ, 4 બસ સહિત અનેક વાહનો પાણીમાં ફસાયા. આ કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી અને માર્ગો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા.

પાણી ભરાવાને કારણે કસક સર્કલથી મકતમપુર જતો માર્ગ પણ તાત્કાલિક બંધ કરાયો. ઘટનાની જાણ મળતાં જ તંત્ર દોડતું થયું અને સ્થળ પર ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પહોંચ્યા, જેમણે સ્થિતિનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક ઉપાયોની સૂચના આપી.
📲Get App